એર ઇન્ડિયામાં ફરજ બજાવતા કોરોના વોરિયર ડીસાના પિયુષ સોનેજી,પીપીઇ કીટ અને યાત્રીઓને લાવવાની કામગીરીમાં જોડાયા હતા

- Advertisement -
Share

એર ઇન્ડિયામાં ફરજ બજાવતા કોરોના વોરિયર ડીસાના પિયુષ સોનેજી

મેડિસિન, પીપીઇ કીટ અને યાત્રીઓને લાવવાની કામગીરીમાં જોડાયા હતા પિયુષ સોનેજી મુંબઇ ક્રિકેટની અંડર-૧૬ ટીમના સિલેક્ટર પણ છે

વિશ્વભરમાં કોરોનાએ તેનો વિકરાળ પંજો પ્રસરાવ્યો છે ત્યારે કોરોનાને નાથવા માટે દુનિયાના અનેક દેશો કોરોનાની રસી અને દવાના સંશોધનમાં વ્યસ્ત છે. દરમિયાન મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અને એર ઇન્ડિયામાં ફરજ બજાવતા પિયુષ સોનેજી કોરોના વોરિયર તરીકે અત્યારે સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. તેઓ એર ઇન્ડિયાની મુસાફર ફ્લાઇટ ઉપરાંત કોરોનાના આ ગાળા દરમિયાન એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં મેડિસિન અને પીપીઇ કીટ લાવવાની કામગીરીમાં મહત્વની ફરજ બજાવી રહ્યા છે.

ગત ૨૨ મી માર્ચ-૨૦૨૦ના દિવસે પહેલું લોકડાઉન જાહેર થયું. તેને યાદ કરતા એર ઇન્ડિયામાં ફરજ બજાવતા પિયુષ સોનેજી કહે છે કે, ”હું અને હોકીના વર્લ્ડકપર કોર્નિયસ ડિકોસ્ટા મુંબઈ -દિલ્હી -મુંબઈ ફ્લાઇટ માટે પ્રયાણ કરી ચૂક્યા હતા. લગભગ રાત્રે આઠ વાગ્યે મુંબઈથી દિલ્હી જવા રવાના થયા હતા તે જ સમયે પ્રધાનમંત્રીશ્રીએ દેશભરમાં રાત્રે ૧૨ વાગ્યાથી લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારે અમે અસમંજસમાં હતા કે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં મુંબઈ પરત ફરી શકાશે કે નહીં. પરંતુ એર ટ્રાફિક કંટ્રોલની પરવાનગીથી રાત્રે મુંબઈ પરત આવી ગયા હતા. હવે પછી અમને કોરોના વોરિયર તરીકે ફરજ બજાવવાની જવાબદારી સોંપવામાં આવનાર હતી. જેના માટેની અમે માનસિક તૈયારી પણ કરી લીધી હતી અને આજે તે સફળતાપૂર્વક નિભાવી રહ્યા છીએ.”

મુંબઈ ક્રિકેટના ભૂતપૂર્વ સ્પિનર અને બેસ્ટ ફિલ્ડર પિયુષ સોનેજી લોકડાઉનના સમયગાળા દરમિયાન પોતાની ફરજના ભાગરૂપે ફ્લાઇટ્સ કરવામાં અતિ વ્યસ્ત હતા. દરમિયાન તેમને મુંબઇ- દિલ્હી-શાંઘાઈ (ચાઇના) મુંબઇ કાર્ગો ફ્લાઈટમાં પીપીઇ કીટ અને મેડિસિન લાવવાની માટેની ફરજ સોંપવામાં આવી હતી. તે ઉપરાંત તેઓ મુંબઈથી ફ્રેન્કફર્ટ (જર્મની)- મુંબઈ, મુંબઇ- બેંગ્લોર -મુંબઈ તથા મુંબઈ- દમામ- કન્નુર- મુંબઈ ફ્લાઈટમાં યાત્રીઓને લઈ આવવાની ફરજ બજાવી ચુક્યા છે.

તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની છે અને તેમના પિતાશ્રી નટવરલાલ સોનેજી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે બનાસકાંઠાના પત્રકારશ્રી પંકજ સોનેજીના ભત્રીજા થાય છે. નાનપણથી ડીસાથી મુંબઈ ગયેલા અને ત્યાં જ અભ્યાસ પૂર્ણ કરીને એર ઇન્ડિયામાં ફરજ બજાવી રહ્યા છે. ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ દેખાવને લઈને તેઓ રણજી ટ્રોફી પણ રમી ચુક્યા છે. અગાઉ ફ્લાઇટ ડ્યુટી દરમિયાન મુંબઈ જુનિયર ક્રિકેટરનું ટેલેન્ટ ઓળખવા માટેનું કામ પણ તેમણે બખૂબીથી નિભાવ્યું હતું. હાલમાં વર્ષ-૨૦૧૯-૨૦ દરમિયાન મુંબઈની અંડર-૧૬ની ક્રિકેટ ટીમના તેઓ સિલેક્ટર પણ છે. તે ટીમ આ વર્ષની વિજય મર્ચન્ટ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં વિજેતા રહી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!