બનાસકાંઠાની 154 ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 75 હજાર અબોલજીવોના જીવ હવે સંકટમાં મુકાયા

- Advertisement -
Share

બે મહિના લોકડાઉનના સમય ગાળામાં કોરોનાની મહામારીમાં મોટાભાગનું દાન માનવ સેવા અને PM અને CM કેર તરફ જતા ગૌશાળા પાંજરાપોળની દાનની આવક બંધ થઈ ગઈ છે તો બીજીતરફ લોકોના ઘરમાં પશુઓને ખાવાનું ન હોવાથી તે પશુઓને ગૌશાળા પાંજરાપોળમાં છોડવામાં આવે છે જેથી ગૌશાળા પાંજરાપોળમા ખર્ચનું ભારણ વધ્યું છે અને જો ગૌશાળા પાંજરાપોળ લોકોના પશુઓ લેવાની ના પાડે તો તે પશુઓ ગેરમાર્ગે જવાની ભીતિ ના કારણે ગૌશાળા પાંજરાપોળને પશુઓ લેવા પડે છે.

દેવું કરીને પણ પશુઓને નિભાવ્યા છે પણ હવે સરકાર મદદ કરે તો જ ચાલે તેમ છે નહીંતર આ પશુઓ ભૂખથી મોત ને ભેટે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.

જે માટે સરકાર પ્રતિદિન પશુ દીઠ ઓછામાં ઓછાં રૂ 50ની સહાય ડિસેમ્બર સુધી જાહેર કરે તેવી સંચાલકોની માંગ છે.

એક એક મહિના માટે નહીં પણ લાંબા સમય સુધીનું ડિકલેર કરવું પડશે જ્યારે બીજી બધી યોજનાઓ લાંબાગાળા ની છે તો ગૌશાળા પાંજરાપોળ માટે કેમ કોઈ યોજના નહિ.? જો ગૌશાળા પાંજરાપોળ માટે કોઈ યોજના નહિ આપે અને પશુઓ મૃત્યુ પામશે તો તે સરકારને માથે રહેશે.
કારણે કે બધું ડોનેશન સરકાર તરફ ખેંચાઈ ગયું છે,સરકાર ડોનેશન ઉઘરાવે છે તો આમાં પણ કેમ ના આપે.? જે આપે છે તે બે મહિનાનાં 25 રૂપિયા જાહેર કર્યા છે તેમાંથી એક મહિનાનાં તો બાકી છે.સરકારશ્રી આગામી ડિસેમ્બર મહિના સુધીની જાહેરાત કરે. અત્યારે તમામ મુસીબતમા છે તો ગૌશાળા પાંજરાપોળ પણ મુસીબતમા જ હોય. લાખો રૂપિયાનું ડોનેશન આવતું હતું તે બંધ છે તો હવે આ નિભાવની જવાબદારી સરકારની બને છે. અને 40 થી 50 રૂપિયા આપે તો જ ચાલે તેમ છે: ભરતભાઈ કોઠારી(ટ્રસ્ટી:રાજપુર ડીસા પાંજરાપોળ)


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!