ગર્ભવતી હાથણીને નરાધમોએ ફટકાડા ભરેલું અનાનસ ખવડાવતાં થયું મોત

- Advertisement -
Share

કેરળમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક તોફાની તત્વોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલ અનાનસ ખવડાવી દીધું. ફટાકડા હાથણીના મોઢામાં ફુટયા અને હાથણીના ગર્ભમાં રહેલ બાળક સહિત તેનું મોત થયું છે. આ દુઃખભરી દૂર્ઘટના વન વિભાગના એક અધિકારીએ આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઇ જતાં લોકોનો ગુસ્સાનો પાર ન રહ્યો.

આ મામલો મલપ્પુરમ જિલ્લાનો છે. ગર્ભવતી ભૂખી હાથણી ભોજનની શોધમાં જંગલની બહાર આવી ગઇ હતી. તે એક ગામમાં ભોજનની શોધ માટે ભટકી રહી હતી. કેટલાંક સ્થાનિક લોકોએ તેની સાથે મજાક કરી અને તેના અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું. ભુખથી બેહાલ હાથણીએ તે અનાનસ ખાઇ લીધુ અને થોડા જ સમયમાં તેના પેટની અંદર ફટાકડા ફુટવા લાગ્યાં.

હાથણી ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ. જો કે માહિતી મળ્યાં બાદ રેસ્કયૂ ટીમ હાથણીને લેવા પહોંચી હતી. જો કે થોડા સમયમાં જ તેનું મૃત્યું થયું હતું. રેસ્કયૂ ટીમના વન અધિકારીએ જણાવ્યું કે તેણે બધા પર ભરોસો કર્યો. જ્યારે તેણે પાઇનપેલ ખાધું અને થોડા સમય બાદ તેના પેટમાં તે ફુટવાથી પરેશાન થઇ ગઇ. હાથણીને પોતાના માટે નહીં પરંતુ તેની અંદર રહેલા બાળક માટે પરેશાન થઇ હશે, જેને તે આવનારા 18 થી 20 મહિનામાં જન્મ આપવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે ફટાકડાં તેના મોઢામાં ફુટવાથી મોઢું અને જીભ ખરાબ રીતે ઝખ્મી થયા. દર્દના કારણે તે ખાઇ શકતી નહોતી. તેના ગર્ભમાં રેહલા બાળકને પણ કાંઇ મળી રહ્યું નહોતું. જેથી તેણીએ તડપીને પોતાનો જીવ ગુમાવી દીધો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!