test

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું કરુણ મોત

- Advertisement -
Share

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત. ગત મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક આશાસ્પદ યુવકનું મોત થયું છે. ડીસાના સેલ ટેક્સ વકીલ જગદીશ વ્યાસનો ભત્રીજો નિકુલ વ્યાસ કાર લઇ થરાદ ઓફીસથી ડીસા પરત આવી રહ્યો હતો આ દરમ્યાન ચિત્રોડા-ડેરા ત્રણ રસ્તા પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક નિકુલ વ્યાસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!