ડીસા તાલુકના રાણપુર ગામના ત્રણ યુવકો બનાસનદીમાં ડૂબતા મોત

- Advertisement -
Share

બનાસકાંઠાનાં અનેકો ગામમાં ઉનાળાની શરૂઆતમા જ પાણીની તંગી વર્ષાઈ હતી જેને લઈને વારંવાર સરકારમાં અને સ્થાનિક નેતાઓને પાણીની સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવતી હતી જ્યારે 17મી મે 2020 ના દિવસે દાંતીવાડા ડેમનું જે પાણી કેનલોમાં ઠાલવવામાં આવતું હતું જે કારણોસર તે પાણી બનાસનદીમાં નાખવામાં આવ્યું હતું અને તે પાણી છોડવા બાબતે રાજકીય ગરમાવો પણ પકડ્યો હતો.

જ્યારે દાંતીવાડા ડેમનું પાણી બનાસનદીમાં આવતા થોડા દિવસ અગાઉ ગ્રામલોકો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા બનાસનદીના નિરના વધામણા પણ કાર્ય હતા અને પાણી જે વિસ્તારમાં પહોંચ્યું હતું તે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ હતો.

જ્યારે આજે દાંતીવાડાનાં ગોઢ ગામ પાસે રણપુરનાં છ યુવકો નાહવા પડ્યા હાતા અને તેઓ નદીમાં ડૂબી જવાથી ત્રણેના કરુણ મોત નિપજયા હતા અને અને ત્રણ યુવકોને બચાવી લેવાય હતા જ્યારે અને ત્રના મૃત્યુદેહને તરવાયાની મદદથી ત્રણે બહાર કાઢવામાં આવ્યા હતા.

જ્યારે ગ્રામજનોમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બનાસનદીમાં એટલું ઊંડું પાણી નથી આવ્યું કે જેમાં આ બાળકો ડૂબી શકે પણ આ બનાસનદીમાં માંથી આડેધડ રેતીનું ખનન થઈ રહ્યું છે અને તેના કારણે આ નદીમાં ખુબજ ઊંડા ઊંડા ખાડાઓ થઈ ગયેલ છે અને તે ખાડામા આ યુવક ફસાયા હશે જેથી યુવકોની મોત નીંપજ્યું હોય તે વાતો વહેતી થઈ છે જોકે ઘટના સ્થળે પોલીસની પહોંચી લાસની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ મામલે પોલીસ ઊંડાણ પૂર્વક તાપસ કરે તો આ બાળકોના ડૂબવાનો ભેદ ઉકેલી સત્ય બહાર આવે.

ભરઉનાળે બનાસનદીમાં પાણી છોડતા ખેડુતોમા ખુશીનો માહોલ હતો જ્યારે આજની ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણીઓ પ્રસરી છે

નદીમાં નાહવા પડેલ ત્રણ યુવકોના નામ:-

તુષાર નટવરભાઈ બારોટ, રાણપુર ૧૫

રાવળ નીકુલભાઈ બચુભાઈ, રાણપુર ૧૭

રાવળ રાહુલભાઈ બબાભાઈ, રાણપુર ૧૮


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!