ગત મોડી રાત્રે થરાદ તાલુકના ભાચર ગામે આવેલ ગૌશાળામાં આશ્રિત ગાયો એરંડા ખાઈ જતા અચાનક ગાયોની તબિયત લથડી ગઈ હતી જોકે ઘટનાની જાણ થતાં ગૌશાળાના સંચાલકોએ તતાક્લિક પશુ તબીબનો સંપર્ક કર્યો હતો અને પશુ તબીબની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તે દરમીયાન 20 જેટલી ગાયોનું મોત નીપજ્યું હતું જ્યારે અને જે ગાયો એરંડા ખાધા બાદ બીમાર હતી તેને પશુ તબીબ દ્વારા કરવામાં આવી હતી અને અન્ય 20 ગાયોને બચાવી લેવામાં આવી હતી.
જ્યારે 20 ગાયના મરણ જતા ગૌશાળા સંચાલકો સહિત જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી હતી અને મરણ ગયેલ ગાયોની દફનવિધિ કરવામાં આવી હતી.