દેશમાં લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ગાયત્રી પરિવારનો ‘સેવાયજ્ઞ’

- Advertisement -
Share

સમગ્ર વિશ્વને કોરોના વાયરસએ છે તેના ભરડામાં લીધો છે, ત્યારે લોકડાઉન એ જ વિકલ્પ જણાતો હતો. જેને લઈને જ પ્રધાનમંત્રી દ્વારા વારંવાર આ બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. અને બે તબક્કામાં લોકડાઉન જાહેર કરાયો છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબજ મહત્વનું રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન ‘જ્યાં રહો ત્યાં સુરક્ષિત રહો’ અને તો જ કોરોના ની ચેન તોડી શકાય એવી સામાન્ય સમજ પણ હવે લોકો સમજી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન ગરીબ અસહાય, શ્રમિક તેમજ સામાન્ય પરિવારો માટે ભારે મુશ્કેલીઓની ઘડી હોય છે. જેમના માટે બે ટંકનું ભોજન એ તેમની પ્રાથમિકતા છે, ત્યારે તેમના સુધી ભોજન કે રાસન કીટ પહોંચાડવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓએ રાત-દિવસ કામ કર્યું છે અને કરી રહી છે. જેમાં ગાયત્રી પરિવાર ના પ્રમુખ ડોક્ટર પ્રણવ પંડ્યા જીના માર્ગદર્શનથી ગુજરાત ભર ના ગાયત્રી પરિવાર ના પરીજનો તથા કેન્દ્રો પણ જરૂરીયાત મંદોને વ્હારે પહોંચ્યા છે.

ગુજરાતના ગાયત્રી પરિવારના કેન્દ્રોમાં મોડાસા,રાજકોટ, મહેસાણા, સુરત, કપડવંજ, ગોંડલ, મોગરી, મહેમદાબાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ભરુચ,વલસાડ, અંબાજી,પાલનપુર જેવા અનેક કેન્દ્રોમાંથી રૂપિયા 50લાખ જેવી રોકડ રાશિ દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના મુખ્ય કેન્દ્ર શાંતિકુજ દ્વારા 1 કરોડ રૂપિયા નું યોગદાન ઉત્તરાખંડ મુખ્યમંત્રી રાહત કોષ માં આપી દેશભર માં સેવા યજ્ઞ નો પ્રારંભ થયો. ગુજરાતના ગાયત્રી પરિવાર ના કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી 10000 થી વધુ રાસન કીટો જરૂરિયાત મંદોને ત્યાં જઈને હાથો હાથ પહોંચાડવામાં આવી રહી છે. જેમાં ઘઉં, દાળ, ચોખા, લોટ, શાકભાજી સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ સિવાય ૧૦૦૦ કિલો બુંદી અને ૧૦૦૦ કિલો ગાઠીયાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂખ્યા જન ત્યાં સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા કરવામાં આવ્યુ હતું. કુદરતી આફત હોય કે મહામારી પીડિતોની મદદ માટે અગ્રેસર રહીને સેવામાં મચી પડતા ગાયત્રી ના પરિજનોએ કોરોનાવાયરસ નાગરિકોને બચાવવા માટે ઉપયોગી બની રહે તે માટેઅત્યાર સુધી માં 16900 થી વધુ તૈયાર કરાયેલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે . આમ ગુજરાતમાં ગાયત્રી પરિવાર ના કેન્દ્રો દ્વારા રાહત ફંડમાં રોકડ રાશિ નું દાન, જરૂરિયાત મંદોને રાસન કીટ અને કોરોનાવાયરસ થી બચાવવા માટે માસ્ક આપીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!