રિપોર્ટ નેગેટિવ આવતાની સાથેજ કોરોના વોરિયર્સ ડ્યુટી જોઈન કરી

- Advertisement -
Share

જિલ્લામાં મહામારી વચ્ચે 108નો સ્ટાફ ખડેપગે રહી કોરોનાની સામે લડી રહ્યો છે. આવા સમયે 108ના emt વિક્રમનો રિપોર્ટ નેગેટિવ આવતા બીજા જ દિવસે ડ્યુટી જોઈન કરી

બનાસકાંઠા જિલ્લાના છાપી લોકેશનના EMTનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો: ફરી ફરજ બજાવવા માટે તત્પરતા દર્શાવી

EMT વિક્રમ છાપી 108 એમ્બ્યુલન્સ પર ફરજ બજાવે છે અને છેલ્લા અમુક દિવસોમાં શંકાસ્પદ કોરોના દર્દીને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા લાઇ ગયા હતા. થોડા દિવસ અગાઉ કોરોના પોઝીટીવ દર્દીને હોસ્પિટલ શિફ્ટ કર્યા બાદ તથા માથાનો દુખાવો અને ચક્કર જેવા લક્ષણો દેખાતા ચિંતિત થઈ ગયા હતા. બાદમાં તત્કાલિક કોરોના માટે સેમ્પલ આપી રિપોર્ટ કરાવ્યા હતા. આજ રોજ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ , તેમનો પરિવાર તથા 108 પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો. Emt વિક્રમે તેમની સાથે રહી તેમનું મનોબળ વધારવા બદલ પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, EME ભાસ્કર નાયક તેમજ સાથી પાઇલોટ અને EMTનો આભાર વ્યક્ત કર્યો હતો

જોકે કોરોનાની આવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના ભય વગર 108ના લાઈફ સેવિંગ મિશનને મહત્વ આપી ફરજ પર હાજર થવાનું યોગ્ય માન્યું હતું


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!