ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂ. ૧ કરોડના ચેકનું અર્પણ

- Advertisement -
Share

દેશ અને દુનિયા અત્યારે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે અને દરેક દેશની સરકાર અત્યારે આ વાઇરસને માત આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની આ લડાઈમાં ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડાઈને પહોંચી વળવા માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતના ગામડાઓ સુધી લોકોને સુવિધાઓ તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ચાલી રહેલી યુધ્ધ જેવી આ કામગીરીને પહોંચી વળવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું છે.

સરકારને આ લડાઈમાં આર્થિક સહયોગ આપવા માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વતની અને ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, મેનેજીંગ ડિરેકટર સંજય નંદન સાથે આજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને પહોંચીને ગુજરાત સરકારને આર્થિક સહયોગના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!