કોરોના કહેર વચ્ચે ભારતમાં હાલ સૌથી વધારે તબલીગી જમાત સંમેલનનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ સંમેલનમાં 2000થી વધારે લોકો ભેગા થયા હતા જેમાં 300થી વધારે લોકો કોરોનાનો શિકાર બન્યા હોવાની શંકા છે. જો કે ગુજરાતમાંથી પણ તેમાં ગયેલા હોવાનું બહાર આવતાં તંત્ર દ્વારા આ લોકોની શોધખોળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 35 લોકોનું બનાસકાંઠામાંથી લોકેશન મળી આવ્યું છે જ્યારે વડનગરની એક હોટલમાંથી 8 લોકો મળી આવ્યાં છે.
દિલ્લીમાં નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમનો મામલો
આ સાથે અન્ય 8 લોકો વડનગર નજીકની એક હોટલમાંથી મળી આવ્યાં છે. પોલીસે ડોકટર સાથે રાખીને 8 લોકોની આરોગ્ય ચકાસણી કરી છે. આ તમામને હોટલમાં જ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો તપાસમાં કોરોનાના લક્ષણ ન દેખાતા રાહતનો શ્વાસ લીધો છે.
આમ દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમ મામલે બનાસકાંઠાથી ગયેલા 35 લોકોનું લોકેશન મળી આવ્યું છે. જેમાંથી 17 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જ્યારે વડગામમાં 65 લોકોને હોમ ક્વોરોન્ટાઇનમાં રખાયાં છે. આમ નિઝામુદ્દીન કાર્યક્રમને લઇને રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.