ડીસાના વડાવળમાં પતિએ પત્નીને મળવા આવેલા પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

- Advertisement -
Share

ડીસાના વડાવલ ગામે પતિએ પત્નીના પ્રેમીને માથાના અને મોઢાના ભાગે ખાટલાની ઈશ મારી હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે ભીલડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા સુરાજી કુંભજી જેહળજી ઠાકોર (ઉં.વ.49) જે સિક્યુરીટી ગાર્ડમાં નોકરી કરે છે તેમને ગામની જ એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સુરાજી ઠાકોર અવાર-નવાર પરણિત સ્ત્રીને મળવા જતા હતાં. જે અંગેની જાણ પરિણીતાના પતિને થતાં સુરાજી ઠાકોર સાથે મનદુઃખ રાખી ફરતો હતો. શનિવારે સાંજના છ વાગ્યાના સુમારે સુરાજી ઠાકોર જીજે-08-એએ- 4829 નંબરના મોટર સાયકલ પર નોકરી પર જવા માટે નિકળ્યા હતાં. જો કે રાત્રિના પોણા બે વાગ્યાના સુમારે ગામમાં આવેલી મોનાભાઇ મણીલાલ રાવળની દુકાન આગળ સુરાજી ઠાકોરની લાશ પડી હોવા અંગે શૈલેષભાઇ ચંદુભાઇ નાયીએ મૃતકના ભાઇને જાણ કરી હતી. આથી તેઓના પરીવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ અંગેની જાણ ભીલડી પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને ભીલડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવી હતી. મૃતક સુરાજી ઠાકોરના ભાઇ પુનાજી કુંભજી ઠાકોરે ભીલડી પોલીસ મથકે વિજુજી ઉર્ફે વિજયજી લલ્લુજી ઠાકોર (રહે.વડાવળ,તા.ડીસા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એલ.જી.વાળા ચલાવી રહ્યાં છે.ઘરે જતાં જોઈ જતાં પીછો કરી હુમલો કર્યો

વડાવળ ગામે રાત્રીના સમયે પ્રેમિકાને મળવા ગયેલ સુરાજીને પોતાના ઘરે જતો પતિ જોઇ ગયો હતો. જેથી પીછો કરી સુરાજી ઠાકોરના માથા તેમજ મોંઢાના ભાગે વિજુજી ઉર્ફે વિજયજી લલ્લુજી ઠાકોરે ઘા મરાતા તેનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.પરિણીતાના ઘરે આવ્યાની કબૂલાત સુરાજી ઠાકોરની હત્યા બાદ મૃતકના પરિવારજનો પરિણીતાના ઘરે ગયા હતા. જે દરમિયાન હત્યારો ઘરે ન હતો. પરંતુ પરિણીતાએ સુરાજી તેના ઘરે આવ્યો હોવાથી તેના પતિ સુરાજીને મારવા પાછળ દોડ્યો હોવાની કબૂલાત મૃતકની પ્રમિકાએ કરી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!