વડગામના માલોસણા ગામમાં લગ્ન પાછળ ખોટો ખર્ચ રોકવા યુવાનની જાન બળદગાડામાં આવી

- Advertisement -
Share

આધુનિકતાની આંધળી દોડમાં પ્રાચીન વારસો ભુલાઈ રહ્યો છે ત્યારે વડગામ તાલુકાના માલોસણા ગામે એક શિક્ષિત યુવકે વિસરાયેલા વારસાને જાળવી રાખવા માટે વેલડામાં જાન જોડીને લગ્ન મંડપમાં પહોંચ્યો હતો. જ્યાં સિલસિલા શરૃ હુઆ હૈ યે મેરે બાદ ભી રહેના ચાહીએ મેં રહુ યા ના રહું એ સિલસિલા રહેના ચાહીએ આ શબ્દો બળદગાડામાં જાન જોડી અને લગ્ન કરવા જનાર વરરાજાના મુખે સાંભળવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માલોસણા ગામે એક વરરાજાએ બળદગાડામાં પોતાની જાન જોડીને લગ્નમંડપે પહોંચતા દેશી પરંપરાની જાનને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કલોલની સીઆઈએસએફ કંપનીમાં ફરજ બજાવતો માલોસણ ગામનો ભરત ચૌધરી નામના શિક્ષિત યુવકે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે શણગારેલા બળદગાડામાં પોતાની જાન જોડીને અનોખી પહેલ કરી છે. ખેડૂતો માટે બળદગાડુ સર્વસ્વ મનાય છે. જૂના જમાનામાં ખેડૂતો ખેતીના વ્યવસાય તેમજ મુસાફરી માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા પરંતુ સમયાંતરે બળદગાડા લુપ્ત થતા તેનું સ્થાન મોંઘીદાટ ગાડીઓએ લીધું છે ત્યારે આ શિક્ષિત યુવકે ગ્રામીણ ભવ્ય સંસ્કૃતિ અને વારસાની યાદને તાજી કરવા માટે ગામઠી પોશાકમાં બળદાગાડામાં જાન જોડીને અનોખી પહેલ કરી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!