પાલનપુર તાલુકાનાં જુવલ ગામની સીમમાં મંગળવારે સાંજે બકરીઓ ચરાવી રહેલા વૃદ્ધ ખેડૂત પર રીંછે હુમલો કરતા માથું ફાડી ખાધુ હતું .જમણા હાથે ગંભીર રીતે ઘવાતાં 20 ટાંકા આવ્યા હતા.બુમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ ખેડૂતને છોડાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. રીંછના હુમલાને લઈ પંથકમાં ચકચાર મચી હતી.
પાલનપુર તાલુકાના જુવલ ગામે મંગળવારે સાંજે વૃદ્ધ ખેડૂત જીવેખાન ઝાફરખાન બલોચ ખેતરમાં બકરીઓ ચરાવી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની ઉપર રીંછે હુમલો કરી દીધો હતો. જેથી જીવેખાનને માથા અને જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે વૃદ્ધે કરેલી બુમરાડને પગલે લોકો આવી જતા રીંછ જંગલ વિસ્તારમાં દોડી ગયું હતું. લોહીલુહાણ હાલતમાં જીવેખાન બલોચને સારવાર અર્થે નજીકનાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને માથાના ભાગે 20 જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી છે.