બનાસકાંઠામાં ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ શરૂ કરાશે

- Advertisement -
Share

કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે.

કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.  બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવાર દરમ્યાન માણસ સહિત પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે. તેમણે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ પ્રસંગે આવી કોઇ ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર–૧૯૬૨ પર સંપર્ક કરી પશુ-પક્ષીઓને સારવાર અપાવી શકાશે.

બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોના વિધાર્થીઓને પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ બચાવવા અંગેની જાણકારી આપવામાં આવશે. સવારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળી ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પક્ષીઓ પરત ફરે તેવા સમયે પતંગ નહીં ચગાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવશે. આ ઉપરાંત ઉતરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તુક્કલનાં વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પણ જિલ્લા મેજીસ્ટ્રેટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેનો કડક અમલ કરવા પોલીસ વિભાગના અધિકારીઓને કલેકટરશ્રીએ સુચના આપી હતી.
ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરનાર વ્યક્તિઓનું સન્માન કરાશે

કરૂણા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરનાર વ્યક્તિઓ અને એન.જી.ઓ. જેવી સંસ્થાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવશે. આ માટે નાયબ વન સંરક્ષકની કચેરીને જરૂરી વ્યવસ્થા કરવા નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ બેઠકમાં સુચના આપી હતી.

બેઠકમાં  એન.જી.ઓ.ના શ્રી ગિરીશભાઇ જગાણીયા, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા. અંશુમાન શર્મા અને શ્રી બિન્દુબેન પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી પી. આર. મિસ્ત્રી, પ્રાંત અધિકારી સર્વશ્રી યોગેશ ઠક્કર, શ્રી હિરેન પટેલ, શ્રી એસ. ડી. ગિલ્વા, શ્રી આર.બી.અસારી સહિત  સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!