પાલનપુર ખાણખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મીત પી.પરમાર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર શક્તિદાન ચારણની ટીમ દ્વારા ગુરુવારે રાત્રે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
loading…
loading…
ત્યારે બુકોલી અને રાનેરની બનાસ નદી પટમાંથી રેતી ખનના કરતાં ટ્રેલર જીજે-31-ટી-0822, ડમ્પર જીજે-02-ઝેડઝેડ-1901 તથા જીજે-02-એક્સએક્સ-0886 તેમજ એક હીટાચી મશીન સહિત દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં બિનઅધિકૃત રેતી, સાદી રેતી ખનીજનું ખોદકામ કરેલ વિસ્તારની ટીમના સર્વેયર દ્વારા માપણી કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.