ડીસાના ઝબડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ બનેલા જબ્બરસિંગ પરમારને 3 સંતાનો હોવાથી તેમને સરપંચ પદેથી ઉતારી દેવા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે.
પંચાયતના કાયદા અનુસાર બેથી વધુ સંતાનો ધરાવનારી વ્યક્તિ કોઇપણ હોદ્દા પર રહી શકે નહીં. પરંતુ સરપંચ ત્રણ સંતાન હોવાની વાત છુપાવીને સરપંચ પદે ચૂંટાયા હતા. તેમના પંચાયતના ફોર્મમાં તેમના ત્રીજા દીકરાને સગો ભાઇ હોવાનું દર્શાવ્યું હતું. જોકે તેમના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું તેથી નાના ભાઇના જન્મની વાત ખોટી સાબિત થઇ હતી.
ઝબડિયા ગામના સરપંચ સામે રામાજી સોલંકીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી એડવોકેટ ધર્મેશ ગુર્જરેની મુજબ, સરપંચના પિતાનું અવસાન વર્ષો પહેલા થયું હોય તો તે મુજબ નાના ભાઇની ઉંમર મોટી હોવી જોઇએ, પરંતું બન્ને ઉંમરમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.