ડીસાના રામસણમાં ચોરોએ મંદિર સહિત 9 મકાનોમાં 3 લાખથી વધુની ચોરી કરી

- Advertisement -
Share

ડીસાના રામસણમાં કડકડતી ઠંડીનો લાભ લઈ લાઈટો બંધ કરી ચોરોએ મંદિર સહિત 9 મકાનોમાં 3 લાખથી વધુની ચોરી કરી

બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીમાં ચોરો બેફામ બન્યા છે અને ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય થયા છે. ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે તસ્કરોએ ગામની લાઇટ બંધ કરી મંદિર સહિત 9 રહેણાંક મકાનમાં 3 લાખ કરતા વધુની માલમત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી સમયે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી
જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. આજે ડીસાના રામસણ ગામે પણ રાત્રીના સમયે તસ્કરોએ ગામમાં આવેલ મંદિર સહિત 9 રહેણાંક મકનોને ટાર્ગેટ બનાવ્યા હતા. પહેલા તસ્કરોએ વાવ થરાદના સરહદી વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો. જો કે, રામસણમાં તસ્કરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં તસ્કરોએ ગામની તમામ લાઈટો બંધ કરી એક બાદ એક આમ કુલ નવ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે. વહેલી સવારે જ્યારે લોકોને ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામસણા ગામના અગ્રણી શેલજી વાઘેલાએ જણાવ્યું હતું કે, ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ તમામ ચોરી પ્લાનિંગ મુજબ કરી હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં આવેલી તમામ લાઈટો બંધ કરી દીધી અને તે બાદ લાઈટ ઝબકારા મારતી રહી અને તસ્કરો એક બાદ એક ચોરીને અંજામ આપતા રહ્યા છે ત્યારે તસ્કરો પણ હવે તો અવનવા કીમિયા અપનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે પોલીસ પણ આવી જ રીતે ટેક્નોલોજી અપનાવી જેથી કરી તસ્કરો પોલીસના હાથે તાત્કાલિક ઝડપાઈ જાય.
સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ
ગામમાં નવથી વધુ જગ્યાએ ચોરી થઈ છે

ત્યારે પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ગામમાં આવેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા માટેની તપાસ હાથ ધરી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!