વાસણપરૂમાં આજે શુક્રવારે ગામ આજુબાજુના વાડામા ઊંટને ચરાવી પરત ફરતી સમયે વિફરેલા ઊંટે માલીને ધક્કે ચડાવી નીચે પટકતા માલિકનું મોત નિપજ્યું હતું. જેને લઇ પરિવારમાં શોકાતૂર બન્યો હતો.
પાલનપુરના વાસણપરૂમાં રહેતા જયંતિભાઇ બુધાભાઇ પટણી(ઉ.વ, 45) ઊંટલારીમાં સામાનની હેરાફેરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા.જો કે શુક્રવારે જયંતિભાઇ ઊંટને લઇને ગામ આજુબાજુના વાડામાં ચરાવવા લઇ ગયા હતા. ત્યાંથી પરત ફરતી સમયે રસ્તામાં વિફરેલા ઉંટે જયંતિભાઇને ધક્કે ચડાવી ઉપાડીને રોડ પર પટક્યા હતા. જેને લઇ ઇજાઓ થતાં સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલા 108ના સ્ટાફે જોતા ઇજાગ્રસ્ત જયંતિભાઇનું મોત નિપજ્યું હતું.