ઝારખંડ 27મીએ શપથ લેશે હેમંત સોરેન, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર અને 5 મંત્રી પદ

- Advertisement -
Share

  • હેમંત સોરેન સાથે 12 મંત્રીઓ શપથ લેશે
    આરજેડીને પણ મળી શકે છે એક મંત્રી પદ

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોચા (ઝામુમો), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ગઠબંધનને બહુમતી મળી છે. ગઠબંધને 81માંથી 47 સીટો જીતી છે. આ જીત પછી ગઠબંધનના નેતા ટૂંક સમયમાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 ડિસેમ્બરે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન ઝામુમોના 6, કોંગ્રેસના 5 અને આરજેડીમાંથી 1 મંત્રી શપથ લેશે. એટલેકે હેમંત સોરેન સાથે 12 મંત્રીઓ શપથ લેશે. આ સિવાય કોંગ્રેસને સ્પીકર પદ પણ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ મોરબડી ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવે તેવી શક્યતા છે.

આ ચૂંટણીમાં બીજેપીને હાર મળી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં જ્યાં બીજેપીએ 37 સીટો જીતી હતી ત્યાં આ વખતે માત્ર 25 સીટો જ મળી શકી છે. બીજેપીની સહયોગી પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન (AJSU)ને ગઈ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 8 સીટ પર લડ્યા હતા તેમાંથી 5 સીટ મળી હતી જ્યારે આ વખતે તેઓ 53 સીટ પર લડ્યા હતા તેમાંથી 2 સીટ જ મળી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!