ચેખલા ગામે યુવતિ પર ગામના શખ્સે દુષ્કર્મ આચર્યુ
કાંકરેજના ચેખલા ગામે ત્રણ માસ અગાઉ ગામના કીર્તીજી પ્રહલાદજી રાઠોડે એક યુવતિને વિશ્વાસમા લઇ તેની સાથે ફોટા પાડ્યા હતા.તે બાદ ફોટાને નામે યુવતિને બ્લેકમેઇલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.બાદમા શખ્સે યુવતિના ફોટા વોટ્સઅપમા વાયરલ કરી બદનામી કરી હતી.જે મામલે યુવતિ શખ્સને ઠપકો આપવા ગઇ તો યુવતિને અપશબ્દો બોલી લાફાલાફી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવતિએ કીર્તીજી પ્રહલાદજી રાઠોડ સામે શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.