હિંમતનગર ઇડરના કાનપુરમાં વેલા પર બટાકા આવ્યા, જમીન બહાર થતાં હોવાથી સુગરની માત્રા ઓછી, દોઢથી બે કિલો વજન

- Advertisement -
Share

ઇડર તાલુકાના કાનપુર ગામમાં રહેતા ખેડૂતે વેલા સ્વરૂપે થતા બટાકાનુ વાવેતર કર્યા બાદ ચીકુડીની ફરતે વેલા ફરી વળ્યા બાદ તેના પર બટાકા ઉતરવાનુ શરૂ થતા બટાકાના વેલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

કાનપુર ગામના ખેડૂત દિનેશભાઇ પ્રભુભાઇ પટેલે પોતાના ખેતરમાં બટાકાના વેલા ઉગાડી નવતર પ્રયોગ કર્યો છે. દિનેશભાઇએ જણાવ્યુ કે ભાવનગર જિલ્લામાં રહેતા મારા મિત્રના મિત્રએ દોઢેક વર્ષ પહેલા એક સેમ્પલ આપ્યુ હતુ બટાકાની ખેતી કરતો હોવાથી ચીકુડીની બાજુમાં વાવેતર કર્યું હતુ પ્રથમ વખત વેલા પર બટાકા બેસતા આશ્ચર્ય થયુ હતુ તેમણે જણાવ્યુ કે નવા પ્રકારના બટાકા હોવાથી ખાવા માટે ઉપયોગ કર્યો ન હતો પરંતુ તાજેતરમાં તે ભાઇ મારા મિત્રને ઘેર આવતા બટાકા ઉતારી મિત્રના ઘેર અને મારા ઘેર શાક બનાવ્યુ હતુ ત્યારબાદ અન્યને પણ આપવાનુ શરુ કર્યું હતું.

વેલા શિયાળા-ઉનાળામાં સૂકાઈ જાય છે

દિનેશભાઇ જણાવે છે કે આ બટાકામાં એક જ આંખ આવે છે અને આખો બટાકો વાવવો પડે છે. ચોમાસાની સીઝન શરૂ થાય ત્યારે વાવેતર કરતા દિવાળી પર બટાકા ઉતરવા શરુ થઇ જાય છે. આ વેલા શિયાળા- ઉનાળામાં સૂકાઇ જાય છે પરંતુ ચોમાસામાં નવેસરથી ઉગી નીકળે છે. દોઢથી બે કિલો સુધીના બટાકા થાય છે અને જમીનની બહાર થતા હોવાથી શુગરની માત્રા ઓછી રહેતી હોવાથી ડાયાબીટીસના દર્દીઓ ખાઈ શકે છે. એક છોડ 40 કી.ગ્રા.થી વધુનુ ઉત્પાદન આપે છે અને માવજત સારી હોય તો ઉતારો વધારી શકાય છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!