કરાચીમાં ગેસ બ્લાસ્ટમાં 12 લોકોના મોત : અનેક લોકો કાટમાળમાં ફસાયા

Share

પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં શનિવારે સતત બે વિસ્ફોટ થયા હતા. આમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ છે.અત્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

 

બચાવ કાર્યમાં લાગેલી ટીમની સાથે પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જીન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

 

આ અંગેની વિગત એવી છેે કે, આ વિસ્ફોટ કરાચીની એક બિલ્ડીંગની ગટરમાં ગેસ લીક થતાં બ્લાસ્ટ થયો છે. પોલીસે તપાસ પછી જણાવ્યું હતું કે, ‘ગટરમાં ગેસ લીક થતાં આ વિસ્ફોટના પગલે એક ખાનગી બિલ્ડીંગને ભારે નુકશાન પહોંચ્યું છે. જો કે, અત્યારે પોલીસે બચાવ પ્રક્રીયા હાથ ધરી દીધી છે.’

 

 

જો કે, આ વિસ્ફોટ પછી ગણતરીની મિનિટમાં બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અત્યારે પોલીસે આ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી યોગ્ય પ્રક્રીયા હાથ ધરી દીધી છે. આ દુર્ઘટના લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ થઇ હતી.

 

 

બ્લાસ્ટના પરિણામે અહીં બિલ્ડીંગ નજીક પાર્ક કરેલા મોટાભાગના વાહનોના ફૂરચે-ફૂરચા ઉડી ગયા છે. વિસ્ફોટ પછી અત્યારે પોલીસની ટીમે જે.સી.બી. મશીનની સહાયથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

 

 

કરાચી સાઉથ ઝોનના ડી.આઇ.જી. શરજીલ ખરલે વિસ્ફોટનું કારણ ગેસ લીક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘વિસ્ફોટમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગને ગેરકાયદેસર રીતે બનાવાઇ છે. અમે તેમણે વારંવાર નોટીસ આપી હતી કે, જ્યારે અહીં ગટરની સફાઇ ચાલતી હોય ત્યારે બિલ્ડીંગ ખાલી કરી દેજો. પરંતુ બેંકની આ બિલ્ડીંગની ટીમે અમારી વાત માની નહીં.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share